સાબરકાંઠા ઇડર તાલુકાના દેશોતર પાસે સાબરમતી નદીમા બે યુવાન ડુબ્યા, નદીમા ન્હાવા જતા બે યુવાન ડુબ્યા, ઇડર ફાયર બ્રીગેડ ઘટના સ્થળે, યુવાનોની શોધખોળ ચાલુ, લોકોના ટોળેટોળા ઉમટ્યા ઇડર તાલુકાના દેશોતર પાસે સાબરમતી નદીમાં બે યુવાન ડૂબ્યા હતા. નદીમાં ન્હાવા પડ્યા બાદ બંને યુવકો ડૂબવા લાગ્યા. અને લાપતા થઈ ગયા. ફાયર બ્રિગેડેતાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બંનેને શોધખોળ ચલાવી. આ ઘટનાની ખબર પડતા આસપાસમાંથી લોકોના ટોળા ઉમટ્યા હતા.બીજી બાજુ ઈડર તાલુકાના જૂના માઠવા ગામ પાસે નદીમાં એક યુવાન ડૂબ્યો હતો. કેશરપુરા ગામનો યુવાન જૂના માઠવા પાસે નદીમાં નાહવા પડ્યો હતો. દરમિયાન વહેણમાં તે ડૂબ્યો હતો. તેની શોધખોળ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી રહી છે. ઈડરના જૂના માઠવા પાસે કેશરપુરા ગામનો મોમીન અબ્દૂલ બાસીતનો યુવાન નાહતા સમયે ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતાં ઈડર ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ડૂબવાના બનાવને પગલે નદી કિનારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સાબરમતી નદીમા બે યુવાન ડુબ્યા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment