ઉબરે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડને 12,000 ફ્રી રાઇડ્સ ઓફર કરી

admin
1 Min Read

ઉબરે આજે નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ (એનએબી), દિલ્હી, સાથે રૂ. 25 લાખના મૂલ્યની મોબિલિટી ભાગીદારીની જાહેરાત કરી છે, જે દ્વારા દિવ્યાંગ, ઓછું વિઝન ધરાવતા અને અન્ય અક્ષમ વ્યક્તિઓ તથા તેમની કાળજી રાખનારા અને શિક્ષકોને 12,000 ફ્રી રાઇડ્સની સુવિધા અપાશે.

 

આ સહયોગ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 સુધી માન્ય રહેશે અને તે આઠ શહેરો અમદાવાદ,  દિલ્હી, બેંગ્લોર, મુંબઇ, લખનઉ, જયપુર, ચેન્નઇ અને કોલકત્તામાં શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ તથા કામના સ્થળો ઉપર તેમની સુરક્ષિત એક્સેસ સક્ષમ કરશે. એનએબી સાથે ઉબરની ભાગીદારી તેના અમદાવાદમાં લોકલ ચેપ્ટર – બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન સાથે સહોયગથી અમલમાં મૂકવામાં આવશે.

ઉબરના પ્રયાસો વિશે વાત કરતાં ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પ્રભજિત સિંઘે જણાવ્યું હતું કે, “ઉબર ખાતે અમે દિવ્યાંગ વ્યક્તિઓ સહિત કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત દેશના સૌથી સંવેદનશીલ નાગરિકોને સહયોગ કરવા માટે કટીબદ્ધ છીએ.  આ ભાગીદારી અંગે વાત કરતાં નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડના જનરલ સેક્રેટરી પ્રશાંત રાજન વર્માએ જણાવ્યું હતું કે, “અમે દિવ્યાંગ અને બહુવિધ અક્ષમતાઓ ધરાવતા વ્યક્તિઓ, તેમની કાળજી લેનારાઓ અને શિક્ષકો માટે સુરક્ષિત અને અનુકૂળ રાઇડ્સ બાબતે ઉબર ઇન્ડિયા સાથે ભાગીદારી કરતાં ખુશી અનુભવીએ છીએ.

Share This Article