કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંગુલીને લઈ કર્યો ખુલાસો

admin
1 Min Read

પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલી સોમવારે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના નવા બિન હરીફ અધ્યક્ષ બન્યા છે. જે બાદ વાતાવરણ ગરમાયું છે અને એવી અટકળો શરુ થઈ ગઈ છે કે ભાજપ અને ગાંગુલી વચ્ચે 2021માં આવનારી બંગાળ વિઘાનસભાને લઈને મોટી ડિલ કરવામાં આવી છે. આ વાતને પાયા વિહોણી ગણાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે અમે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ નથી બનાવ્યા અને અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની ડીલ થઈ નથી.

અમે બીસીસીઆઈના અધ્યક્ષ કોણ બનશે તે મારા હાથમાં નથી તે તો બીસીસીઆઈની ચૂંટણી પ્રક્રિયા દ્વારા નકકી કરવામાં આવે છે. મહત્વનું છે કે ગત વર્ષે અમિત શાહે સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી ત્યારે ગાંગુલી ભાજપમાં જોડાય તેવી અટકળો શરુ થઈ ગઈ હતી. જે અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ગાંગુલી ઈચ્છે ત્યારે મળી શકે છે. કારણ કે હું લાંબા સમય સુધી ક્રિકેટ સાથે જોડાયેલો હતો. ઉલ્લેખનીય છે કે ગાંગુલીના બિનહરીફ નિમણૂકની જાહેરાત સત્તાવાર રીતે 23 ઓક્ટોબરે કરવામાં આવશે.

 

Share This Article