Connect with us

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ – વરસાદથી ખેડુતો ખુશખુશાલ

Published

on

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. જીલ્લામાં છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પાલનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલું છે અને હજુ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા અને રાજસ્થાનના સિરોહી તેમજ આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના તમામ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળસપાટી 554.25 ફૂટે પહોંચી છે. તો ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ડેમમાં 872 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ સીપુ ડેમની જળસપાટી પણ 579.72 ફૂટે પહોંચી છે. સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે. જો હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેશે તો બન્ને ડેમની જળસપાટીમાં વધારો થઈ શકે છે અને ડેમમાંથી પાણી છોડવાની પણ ફરજ પડી શકે છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

Published

on

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવો સુકાઇ જતાં કોરા કટ પડ્યા છે. વન્ય જીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યારે ધાનેરા શહેરની ઓળખસમા મામા બાપજીના મંદિર આગળ આવેલું પવિત્ર તળાવ પણ સુકાઇ રહ્યું છે.ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઇ હોય તો તે માત્ર મામા બાપજીનું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે.

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

 

ગણપતિ વિસર્જન હોય કે દશામાંની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિ ભાવ સાથે મામા બાપજીના તળાવ પર આવતા હોય છે. જો કે હવે જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ મામા બાપજીના મંદિર આગળ આવેલું તળાવ સુકાઇ રહ્યું છે.તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણી વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવા ભાવિ સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજીના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.

Continue Reading

બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

Published

on

Policeman commits suicide by choking himself, cause of suicide intact

મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે  ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Policeman commits suicide by choking himself, cause of suicide intact

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી.

Continue Reading

બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

Published

on

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

અમીરગઢમાં હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના  આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા.

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.

 

Continue Reading
Uncategorized40 mins ago

ઘરની પાર્ટી માટે બેસ્ટ છે આ મેંગો મિન્ટ લસ્સી, જાણીલો બનાવાની સરળ રીત

સ્પોર્ટ્સ1 hour ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

સ્પોર્ટ્સ1 hour ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

નેશનલ1 hour ago

પોલીસ પાસે બિલાડીઓ કેમ નથી? દિલ્હી પોલીસે મસ્કને જણાવ્યું હતું

Uncategorized2 hours ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ2 hours ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized2 hours ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ2 hours ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending