ઓસ્ટ્રેલિયામાં વેક્સિનનું ટ્રાયલ રોકી દેવાયુ, રસી લેનારમાં HIV એન્ટિબોડી મળી આવી

admin
1 Min Read

કોરોનાનો કહેર દુનિયાના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. કોરોના રસી માટેની ટ્રાયલ્સ પણ હાલ વિશ્વભરમાં ચાલી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના મતે કોવિડ 19ની વેક્સીન આપેલા કેટલાક ઉમેદવારોમાં પ્રાથમિક તબક્કે HIVની ખોટી એન્ટિબોડી મળતા હાલ રસીના ટ્રાયલ્સ પર બ્રેક લગાવવામાં આવી છે.

કોરોનાની રસીના ટ્રાયલ્સ અંગે યુનિવર્સિટીએ વધુમાં જણાવ્યું હતું કે, ફેઝ-1 ટ્રાયલ્સમાં કુલ 216 વોલન્ટિયર્સને કોરોનાની રસી v451 આપવામાં આવી હતી જો કે આ લોકોમાં અન્ય કોઈ આડઅસર કે સુરક્ષાની ચિંતા જણાઈ નથી. જો કે કેટલાક લોકોમાં એચઆઈવી પ્રોટીનનું પ્રમાણ મળ્યું હતું જેથી આ રસીના વધુ ટ્રાયલ્સ પડતાં મુકવામાં આવ્યા છે. કોરોનાની આ રસી યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડ અને બાયોટેક કંપની સીએસએલના સહયોગથી વિકસાવવામાં આવી રહી હતી. આ અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું કે, કોરોનાની રસીના 5.1 કરોડ ડોઝ માટે ચાર કંપનીઓ સાથે સરકારે કરાર કર્યા છે. જો કે આ રસીના વધુ ટ્રાયલ્સ પડતાં મુકવાનો નિર્ણય પુરવાર કરે છે કે સરકાર નાગરિકોની સુરક્ષા માટે સતર્ક છે.
Share This Article