વડોદરા : ૧૨૯ મોબાઈલની થઈ ચોરી

admin
1 Min Read

વડોદરા વાસણા રોડ રાણેશ્વર ચાર રસ્તા પાસેના શિવાલય – ૨ કોમ્પલેકસની ટૉક ટાઈમ મોબાઈલ શોપમાં વહેલી સવારે પ – ૩૦ થી ૬ – ૩૦ના માત્ર એક કલાકના જ સમયગાળામાં રૂ.૨૮.૨૮ લાખ ઉપરાંતની કિંમતના જુદી જુદી કંપનીના ૧૨૯ મોબાઈલ ફોન તથા ઈયર પોડની ચોરી થઈ હતી.ચોરોને પકડવા માટે જે.પી.રોડ પોલીસે દુકાનના સીસીટીવી ફુટેજ મેળવ્યાં છે . પ્રથમ નજરે આ ટોળકી પરપ્રાંતીય હોવાનું જણાઈ રહયું છે,વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ રાનેશ્વર મંદિર ની પાસે આવેલ ટોકટાઇમ મોબાઇલ સ્ટોર માં વહેલી સવારે અંદાજીત 05-30  થી ૬ વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો આ ચોરીમાં અંદાજિત  અંદાજે ૨૮ લાખની મોબાઇલ ફોન તથા મોબાઇલ એસેસરીઝ ની ચોરી થવા પામી હતી  આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે તથા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને જેપી રોડ પોલીસ એ આગળ ની તાપસ હાથ ધરી છે .

Share This Article