વડોદરા : દુમાડ ગામમાંથી 13 ફૂટ લાંબો મહાકાય મગર પકડાયો

admin
2 Min Read

વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામમાં રહેતા મેહુલભાઇ પટેલના ખેતરમાંથી ગુજરાત પ્રાણી ક્રુર નિવારણ સંસ્થાએ 400 કિલો વજનનો 13 ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યૂ કર્યો હતો.જ્યારે બિલ ગામમાંથી 9 ફૂટના મગરને રેસ્ક્યુ કરાયો હતો. ગુજરાત પ્રાણી ક્રુર નિવારણ સંસ્થાના વડા રાજ ભાવસારે જણાવ્યું હતું કે, સવારે 7 કલાકે દુમાડ ગામમાંથી મેહુલભાઇ પટેલનો ખેતરમાં મગર હોવાનો ફોન આવ્યો હતો. ફોન આવતા અમારી ટીમના રીનવ કદમ, વન વિભાગના નિતીન પટેલ, લાલુ નિજામા પહોંચી ગયા હતા. અને ગામ લોકોની મદદ લઇ મહાકાય મગરને પકડી પાડવામાં આવ્યો હતો. આ મગરની લંબાઇ 13 ફૂટ છે. અને તેનું વજન 400 કિલો છે. આ ગામમાંથી ટૂંકા ગાળામાં 11 મગરો પકડવામાં આવ્યા છે. દુમાડ ગામના ખેતરમાંથી પકડવામાં આવેલા મગરને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. બીજી તરફ આજે માડી સાંજે વડોદરા શહેર નજીક આવેલા બિલ ગામમાં મગર ઘુસી આવતા ગામ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગામ લોકોએ તુરંત જ વડોદરા વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગના જીગ્નેશ પરમારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ 9 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો અને મગરને વન વિભાગમાં લઇ જવાયો હતો. આ ઉપરાંત કરજણ પાસેના ખેતરમાંથી 9.5 ફૂટ લાંબો અજગર પકડી પાડવામાં આવ્યો છે. કરજણથી ફોન આવતા ટીમના ફહીમ હકીમ અને જંગલખાતાના શૈલેષ રાવલ સાથે પહોંચી જઇ સાડા નવ ફૂટ લાંબા મગરને પકડી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

 

Share This Article