દાહોદ : ફોરવહીલરમાં ગૌવંશ ચોરીને લઈ જાય છે તસ્કરો

admin
1 Min Read

દાહોદ શહેરના વિવિધ વિસ્તારો માંથી રસ્તે રખડતી ગાયોની ચોરી કરી જતી ગેંગ સક્રિય બનતા દાહોદ શહેરમાં ચોમેર ચર્ચાનો વિષય બન્યો છે,દાહોદ શહેરમાં મોડી રાત્રે વૈભવી કારમાં આવી શહેરના નગર પાલિકા ચોક વિસ્તાર તેમજ પોસ્ટ ઓફીસ વિસ્તાર માંથી ગાયો ચોરી જતી ગેંગ બિન્દાસ્ત રીતે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.જે વાહનમાં ગાયો ચોરી કરીને લઈ જવામાં આવે છે તેનો નંબર છે GJ 12 AK 2922 નંબરની કારમાં અજાણ્યા ચોરો રસ્તા પર બેસેલી ગાયોને બિન્દાસ્ત પણે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ચોરી કરી લઇ જતી હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આવ્યા છે ચોરી કરેલી ગાયો ને ક્યાં લઇ જવામાં આવે છે તે તપાસનો વિષય છે ગાય ચોરો સામે કડક કાર્યવાહી કરવાની દાહોદ વાસીઓની ઉઠી માંગ જયારે બીજી બાજુ દાહોદ ગૌરક્ષકો દ્રારા પોલીસ કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Share This Article