વડોદરા : વિપો સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું

admin
1 Min Read

કોરોના મહાનારીમાં સર્જાયેલ પરિસ્થિતિ માં સરકારદ્વારા કરવામાં આવેલ અસરોગ્ય લક્ષી કામગીરીમાં સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે ધાર્મિક સંસ્થાઓ પણ સહભાગી થઈ રહી છે. ત્યારે વડોદરા સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના પુ. દ્વારકેશલાલજી મહારાજ પ્રેરિત વિપો સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન, જરૂરિયાતમંદોને અન્ન સહાય સહિત મેડકલ ક્ષેત્રે સહાય કરવામાં આવી રહી છે કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધતા સારવાર માટે જરૂરી એવા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું. કોવિડ -19 મહામારી પેંડામિક ને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સંસાધનોની તાતી જરૂરિયાત ઉભી થતા મદદરૂપ થવા અન્ય સંસ્થાઓ અને અગ્રણીઓ સાથે ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહી છે.

વડોદરામાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજની અધ્યક્ષતામાં વૈષ્ણવ ઇનરફેઈથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા કોરના મહામારીમાં અનેક વિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે યુવા વૈષ્ણવાચાર્ય આશ્રયકુમારજી મહોદય તથા શરણમકુમારજી મહોદયના માર્ગદર્શનમાં સમાજ સેવન અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર જિલ્લાની હોસ્પિટલો તેમજ હોમ કવોરંટાઇન દર્દીઓ માટે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર નું તેમજ વેન્ટીલેટર અનુદાન કરવામાં આવ્યા. આ પ્રસંગે શહેર ના મેયર, પ્રદેશ મહામંત્રી, ડો ભાર્ગવ ભટ્ટ, ડેપ્યુટી મેયર નંદા જોશી, સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. પ.પૂ. દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે ગોત્રી હોસ્પિટલ સહિતના અન્ય હોસ્પિટલો તેમજ હોમ કવોરંટાઇન દરફીઓ માટે 3000થી વધુ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર આપવામાં આવ્યા હતા

Share This Article