વડોદરા: કરોળિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો

admin
1 Min Read

શહેરની વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધારે હોવાથી તેઓ અવાર-નવાર લોકોના ઘરોમાં ઘૂસી જતાં હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વાર વડોદરાના કરીલીયા રોડ પર રહેણાંક વિસ્તારમાંથી 4 ફૂટનો મગર પકડાયો છે. વડોદરા શહેર નજીક કરોળિયા રોડ પર લક્ષ્મીનગર સોસાયટીના એક ઘરની સામેબાવળના ઝાડ પાસે મગરે દેખાદીધી હતી. મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યાર બાદ ત્યાં રહેતા રહીશોએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને ફોન કર્યો હતો અને તેઓ ગણતરીના સમયમાં ઘટના સ્થળે આવી ગયા હતા.  ત્યારબાદ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અધિકારીઓએ 1 કલાકની ભારે ઝાહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને સહી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. તે પછી સ્થાનિક રહીશોએ રાહતનો અનુભવ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વડોદરામાંથી અનેક વખત મગર પકડાયા હતા.

Share This Article