વડોદરા- ડભોઇ અને કરજણ તાલુકાના 12 જેટલા રોડના કામનું ખાતમુહર્ત કરાયું

Subham Bhatt
1 Min Read

વડોદરાના ડભોઇ ખાતે આજ રોજ માર્ગમકાન વિભાગ મંત્રી પુર્ણેશ મોદી ના હસ્તે ડભોઇ થી વડોદરા 6 લેન રોડ જે રૂ.70કરોડ ના ખર્ચે તૈયાર થાય છે આ સાથે ડભોઇ અને કરજણ તાલુકા ના 12 જેટલા રોડો નું ખાતમુહૂર્ત ડભોઇ ખાતે થી કર્યું હતુંકુલ રૂ.120 કરોડ ના ખર્ચે વિવિધ રોડ રસ્તા ના કામો નું ખાતમુહૂર્ત મંત્રી પુર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે કરજણ અને ડભોઇ ના ધારાસભ્ય હાજર રહ્યા હતા. ડભોઇ વડોદરા રોડ મુખ્ય માર્ગ કેવળીયા ને જોડતો હોય ત્યારે આ રોડ નું નવીનીકારણ અને મરામત તેમજ મજબૂતી કારણ થાય તે માટે ડભોઇ ખાતે આજ રોજ રાજ્ય ના માર્ગ મકાન વિભાગ ના મંત્રી પુર્ણેશભાઈ મોદી દ્વારા રૂ.70 કરોડ ના ખર્ચે તૈયાર થનાર 6 લેન રોડ નું ખાત મુહૂર્ત કર્યું હતું

Vadodara- Dabhoi and Karjan taluka 12 road works were completed

જ્યારે આ પ્રસંગે ડભોઇ તેમજ કરજણ તાલુકાના 12 જેટલા રોડ રસ્તા ના વિકાસ ના રૂ.120 કરોડ ના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગેડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કરજનના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ડભોઇ તાલુકા પંચાયત લોપાબેન પટેલ,જિલ્લા પંચાયત અશોકભાઈ પટેલ પ્રમુખ, પાલીકા પ્રમુખ કાજલબેન દુલાને, શશિકાંતભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ,ડો.સંદીપ શાહ, અમિતભાઈ સોલંકી, એમ.એચ.પટેલ, બીરેનભાઈ શાહ, સહિત કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે આર.એન.બી.વિભાગ ના અધીકારિઑ પણ હાજર રહ્યા હતા.

Share This Article