વડોદરા : નકલી પોલીસ ઝડપાયા

admin
1 Min Read

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો યુનિફોર્મ પહેરી વાહન ચાલકોને ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે દંડ ફટકારતાં બે નકલી પોલીસને રાહદારીઓએ પકડી પાડીને પોલીસના હવાલે કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરના સમયે નિઝામપુરા વિસ્તારના ગેલાણી પેટ્રોલપંપની સામેની તરફ ટ્રાફિકનો યુનિફોર્મ પહેરી બે યુવાનો પૈસા ઉઘરાવી રહ્યાં હતાં. તેઓ નકલી પોલીસ હોવાની આશંકા જતાં કેટલાંક રાહદારીઓએ તેઓને ઘેરી લીધા હતાં. આ અંગેની તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોચી ગઇ હતી. ફતેગંજ પોલીસ મથકની સ્થળ પર પહોચી ગયેલી ટીમે બે નકલી પોલીસ અને અન્ય એક બહુરૂપિયાનો હવાલો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ફતેગંજ પોલીસને કોઇ વાહન ચાલકને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. અને ખાતરી કર્યા બાદ બંને બોગસ પોલીસ બનેલા બે ભેજાબાજોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં વેશ ધારણ કરીને નિઝામપુરામાં ગેલાણી પેટ્રોલ પમ્પ પાસે વાહન ચાલકોને રોકીને નાણાં પડાવતા ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે 2 નકલી પોલીસ અલગ અલગ વેશ ધારણ કરી લોકો જોડે છેતરપીંડી કરતા હતા અને આજે જ્યારે ટ્રાફિક પોલીસ બન્યા ત્યારે વાહન ચાલકે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસે મુકેશ રમેશભાઈ બામણીયા અને જગદીશ જેસીંગભાઇ પુવાર રહે દરજીપુરા, મૂળ, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યા હતાં.

Share This Article