વડોદરા : નારેશ્વર ખાતે નર્મદા નદીમાં કોસંબાના પાંચ યુવાન ડૂબ્યા

admin
2 Min Read

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના પાંચ યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી બે યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે ત્રણ યુવાનનોને સ્થાનીક તરવૈયાઓએ બચાવી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિપાવલીની રજાઓ હોવાથી સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના આઠ યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે બાર વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા. આ સમયે અચાનક જ પાંચ યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બે યુવાન ડૂબી ગયા હતા. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહ નર્મદા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં કરજણ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોમાં નવઘણ બાબરભાઇ રબારી( ઉ. ૧૭) રહે, પટેલપાર્ક સોસાયટી, તરસાલી, કોસંબા તેમજ પિન્ટુભાઇ ગોપાલભાઇ ટાંક (ઉ. ૩૧) રહે, પટેલપાર્ક સોસાયટી, તરસાલી કોસંબાનો સમાવેશ થાય છે. કેવડિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી તંત્ર વ્યસ્ત હોવાથી નર્મદા નદીમાં ડૂબેલા યુવકોને શોધવા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ખૂદ સ્થાનિક તરવૈયાઓને લઇને સ્થળ પર પહોચી ગયા હતા.  સ્થાનિક યુવકો અને સ્થાનિક તરવૈયાઓને નાવડી લઈને નર્મદા નદીમાં લાપતા બનેલા બે યુવકોની ગણતરીના સમયમાં જ શોધી કાઢી હતી. બંનેની લાશને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપી હતી.  ધારાસભ્ય અક્ષય પટેલ નર્મદા નદીમાં ડૂબીને મોતને ભેટેલા યુવકોના સગાવ્હાલાને સાંત્વના આપી હતી.

Share This Article