રાજકોટ : જેતપુરના સાકળી ગામમાં કાર અકસ્માત

admin
1 Min Read

જૂનાગઢ નેશનલ હાઈવે પર સાંકળી ગામના પાટીયા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી નીચે ખાડામાં ઉતરી જતા કારમાં આગળ બેસેલા પિતા તેમજ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેતપુર શહેરના મોટા ચોક વિસ્તારમાં રહેતો એક વણિક પરિવાર પુત્રી અને જમાઈ સાથે કારમાં જેતપુરથી વંથલી ગામે જતા હતા. ત્યારે જૂનાગઢ નેશનલ હાઈવે પર સાંકળી ગામના પાટીયા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. કાર પલ્ટી મારી જતા આગળ બેસેલા પિતા દિપકભાઇ શાહ તેમજ પુત્ર કૌશલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની જમાઈ અને પત્નીને પણ ગંભીર ઇજા પહોચતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફત જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર રોડ નીચે પલ્ટી મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં આગળ બેસેલ પિતા પુત્રના મૃતદેહને કાર ચીરીને બહાર કાઢવા પડયા હતા.

 

 

Share This Article