વડોદરા : સંસ્કૃત સ્પોકન સેન્ટરનું ઉદ્દઘાટન

admin
1 Min Read

એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સ, સંસ્કૃત ભારતી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુનિવર્સીટી ખાતે શરૂ કરવામાં આવનાર સંસ્કૃત સ્પોકન સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો દ્વારા સયાજી ગૌરવ મહાકાવ્યમ અને સંસ્કૃત વાર્તાલાપ કેન્દ્રની માહિતી પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. તેમજ સંસ્કૃત મહા સંમેલનનો પણ પ્રારંભ કરાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રથમવાર સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા હતા. એમને એમ.એસ.યુનિવર્સીટી દ્વારા સંસ્કૃતને લોક જીવન સાથે જોડવા શરૂ કરવામાં આવેલા સંસ્કૃત વાર્તાલાપ શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી – સંસ્કૃત અકાદમી દ્વારા પ્રકાશિત સયાજી ગૌરવ મહાકાવ્યમ અને સંસ્કૃત વાર્તાલાપ કેન્દ્રની માહિતી પુસ્તિકાનું વિમોચન તેમણે જ કર્યું હતું. તેટલું જ નહીં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે સંસ્કૃત ભારતી દ્વારા આયોજીત સંસ્કૃત મહાસંમેલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ તમામ કાર્યક્રમોનું આયોજન એમ.એસ.યુનિવર્સીટી સંસ્કૃત મહાભારતી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article