વડોદરા:પર્યાવરણ અભિયાન અંતર્ગત રોજગાર પ્રોજેક્ટની શરૂ, ઘર બેઠા મહિલાઓને મળશે રોજગારીનો લાભ

admin
1 Min Read

વડોદરા શહેરના કેમિકલ એન્જીનીયર કરણ વાળંદ અને એમ.એસ.યુનિવર્સીટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં BSWના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુક્તિ મોદી દ્વારા ગત વર્ષથી પર્યાવરણ બચાવોની નેમ સાથે એક પેપર બેગ બનાવાના પ્રોજેકટની શરૂઆત કરી કરી છે જેને આજે સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે. કેમિકલ એન્જીનીયર કરણ વાળંદ અને બી.એસ.ડબ્લ્યુ.ની વિદ્યાર્થીની યુક્તિ મોદીએ શહેરની બહેનો માટે રોજગારીની તક ઉભી થાય અને પોતે પગભર બની શકે તેવા આશયથી પેપર બેગ બનાવાના પ્રોજેકટની શરૂઆત કરી હતી.

હાલ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી પેપર બેગનો ઉપયોગ કરે તે હેતુસર આ પેપર બેગ બનાવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. હાલ આ પ્રોજેકટમાં 45 થી 50 બહેનો જોડાઈ છે અને દિવસના 200 થી 300 લેખે મહિને 9000રૂપિયા ઘર બેઠા આવક ઉભી કરી રહી છે. વડોદરા શહેરના સમા નવી નગરી, વાઘોડિયા રોડ પર આ પ્રોજેકટ ચાલી રહ્યો છે અને પરશુરામ ભઠ્ઠાના જવાહરનગરમાં 35થી 40 જેટલી બહેનોને પેપર બેગ બનાવાની તાલીમ આપવામાં આવી રહી છે

 

Share This Article