ડભોઇના છેવાડામાં નગરની હદ ઉપર મોર્ડન ફાર્મ વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં આશરે 300 ઉપરાંત પરીવારો જેમાં શ્રમજીવીઓ, પશુપાલકો તેમજ આદિવાસી છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા રોજ બરોજ ડભોઇ કામ અર્થે આવતા હોય છે પણ જ્યારે આ ગામના મુખ્ય પ્રવેશ સમાન નાળુ ભારે વરસાદના ધોવાણ સાથે ધોવાઈ જતાં હોય છે ત્યારે તે વિસ્તારમાં પ્રવેશ કરવા ધોવાણવાળા નાળા માઠી પસાર થવાનો વારો આવી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાં વસતા પશુપાલકો રબારી સમાજના લોકોને નગરમાં દૂધની ફેરી કરવા વાહન લઈ આવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. એક વર્ષ પૂર્વે બનેલ રોડ અને નાળુ વરસાદી પાણી આ વિસ્તારના રહીશો માટે આશીર્વાદ સમાન હતું પણ આ ધોવાઈ જવાને કારણે સગર્ભા મહિલાઓ કે અન્ય કોઈ ઈમરજન્સી કેસના દર્દીઓને 108 કે પછી અન્ય કોઈ વાહન આ વિસ્તારમાં પ્રવેશ કરી શકતા નથી. જેને કારણે મોટી જાનહાની થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે. વહીવટી તંત્ર આ બાબતે ત્વરીત પગલાં લઈ નાળાનું સમાર કામ વહેલી તકે કરાવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે.