વડોદરા : ડભોઈમાં નગર પાલીકા દ્વારા દબાણો દુર કરવામાં આવી

admin
1 Min Read

ડભોઇ નગર પાલીકામાં ભાજપ પક્ષ નું બોર્ડ બેસતા ની સાથે જ વિકાસ ના કામો ને વનથંભી બનાવી રહ્યા છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ હાલ માં જ નવનિર્માણ પામી રહેલ ટાઉન હૉલ ની આસ પાસ કેટલાક ઇસમો દ્વારા દબાણ કરી જમીન હડપી લેવાના પ્રયાસ ને નગર પાલીકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવતા દબાણ કરનાર લોકો માં ભારે હળકંપ મચી જવા પામ્યો છે.વડોદરા જીલ્લાના ડભોઇ સહિત નગર ના અનેક વિસ્તારમાં નગર પાલીકા હદ માં આવતી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવાના કારસા સામે ભાજપના બોર્ડે લાલ આંખ કરી છે છેલ્લા કેટલા દિવસ થી નગર માં દબાણ કરી જમીન પચાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરામાં આવી રહી છે

ત્યારે હાલ માં ડભોઇ શિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના સ્વપ્ન સમાન ટાઉન હૉલ ની આસ પાસ થઈ રહેલા દબાણો દૂર કરવા ધારાસભ્ય ના માર્ગદર્શન હેઠળ પાલીકા પ્રમુખ કાજલબેન દુલાની, કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ, અને દંડક મનોજભાઈ સહિત ડભોઇ પી.આઈ.જે.એમ.વાઘેલા અને પોલીસ સ્ટાફ તેમજ નગર પાલીકાના કર્મચારીઓ ને સાથે રાખી દબાણો દૂર કરવાની કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે નગર માં ગેરકાયદેશર દબાણ કરતાં લોકો માં ભારે ફફડાટ વ્યાપ્યો છે

Share This Article