સાબરકાંઠા :એકલડી પરણાઈ” ગીતના તાલે કોરોના “ઝૂમ્યો”: કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડયા

admin
1 Min Read

કોરોના મહામારીમાં બીજી લહેરે ગુજરાતને હાલત ખરાબ કરી નાખી હતી. લોકોને બેડ નહોતા મળતા, સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો હતી. 108 એમ્બ્યુલન્સમાં 12થી 15 કલાકનું વેઈટિંગ હતું. આ બધુ આપણે જોયું છે તેમ છતાં લોકો જાણે બધું ભૂલીને કોરોના હોય જ નહીં તેમ વર્તી રહ્યા છે. સરકારે બનાવેલી કોરોના ગાઈડલાઈનના નિયમો લોકોએ નેવે મૂકીને સરેઆમ ધજ્જીઓ ઉડી રહી છે. ત્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમાં વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે.

જેમાં લોકો માસ્ક વગર એકબીજાને અડીઅડીને નાચી રહ્યાં છે.મળતી માહિતી મુજબ સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામમાં એક વરધોડાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કોરોના મહામારીમાં ડીજેના તાલે મન મુકીને લોકો ઝૂમ્યા છે. તેમાં લોકો કોરોના મહામારી ભૂલ્યાની સ્થિતી જોવા મળે છે. તેમાં વીડિયો જોઇ લાગે છે કે આ લોકોના કારણે જીલ્લામાં ફરી કોરોના વકરે તો નવાઇ નહી. મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચ્યા છે. જેમાં કોરોના ગાઇડ દુર દુર સુધી જોવા મળતી નથી. ત્યારે ખેરોજ પોલીસે વાયરલ વીડિયો આધારે તપાસ હાથ ધરી છે.

Share This Article