જુનાગઢ : ઉમરાળી ગામમા જાહેરમા જુગાર રમતા 5ને પોલીસે ઝડપી પાડ્યા

admin
1 Min Read

જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ઉમરાળી ગામમા જાહેરમા જુગાર રમતા 5 ને પોલીસે પકડી પાડ્યા છેમળતી માહિતી અનુસાર ભેસાણ ના ઉમરાળી ગામના 5 પતા પ્રેમીને 96,000 હજારના મુદા માલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી ભેસાણ પોલીસે હાથ ધરી છે..

જૂનાગઢ પોલીસના અધિકક્ષ રવીતેજા વાસમ શેટ્ટી તેમજ ડી.વાય.એસ.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વધત્તી જતી જુગાર ની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા પોલીસ અમલ દારોને સૂચના કરવામાં આવતા ભેસાણ ના ઉમરાળી ગામના 5 જુગાર રમતા ઇસમો પાસેથી 11,000 હજાર રોકડા 3મોટર સાઇકલ તેમજ 3 મોબાઈલ મળી કુલ 96 હજારનો જુગાર પકડી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ભેસાણ પી.એસ.આઇ એ. ડી. વાળા દ્વારા ધરવામાં આવી છે

Share This Article