અ’વાદનો ચકચારી કિસ્સો : વહુએ ઘરકંકાસથી કંટાળીને સાસુની ઘાતકી હત્યા કરી

admin
1 Min Read

ક્યારેક નાના-નાના ઝઘડાઓ પણ મોટુ સ્વરુપ ધારણ કરી લેતા હોય છે. જેના કારણે ગુસ્સામાં વ્યક્તિ ના કરવાનું કામ કરી બેસતો હોય છે જેમાં ક્યારેક આવેશમાં આવીને ખૂની ખેલ પણ ખેલાતો હોય છે. આવી અનેક ઘટનાઓ આપણી સમક્ષ સામે આવી ચુકી છે ત્યારે અમદાવાદમાં પણ આવો ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વહુએ ઘરકંકાસથી કંટાળીને સાસુની ઘાતકી હત્યા કરી દીધી છે. અમદાવાદમાં વહુએ ઘરકંકાસથી કંટાળીને સાસુની ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. લગ્નને માંડ 10 મહિના થયા છે ત્યારો તો નવવધુએ સાસુનો જીવ લઈ લીધો હોવાનો જઘન્ય કિસ્સો સામે આવતા ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સમાં ઘરમાં પુત્રવધુએ સાસુના માથામાં લોખંડની રોડ મારી પહેલા કરપીણ હત્યા કરી હતી, ત્યારબાદ સાસુની લાશ સળગાવી હતી.

આ ઘટનામાં પોલીસે આરોપી નિકીતા અગ્રવાલની ઘરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, પુત્રવધૂના લગ્નને હજુ 10 મહિના જ થયા હતા, તેવામાં ઘરમાં સાસુ-વહૂ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા થતા હતા. જેના પગલે પુત્રવધુએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article