વલસાડ : સરોધી ગામ નજીક સર્જાયો અકસ્માત

admin
1 Min Read

વલસાડના સરોધી હાઇવે નજીક દારૂ ભરેલ કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ અચાનક કારમાં આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ કારમાં દારૂનો જથ્થો લઇ જવામાં આવતી હતો. જયારે કારનો અકસ્માત થયો ત્યારે કારમાં સવાર બુટલેગરો કારમાંથી બહાર નીકળી જીવ બચાવી ભાગી છૂટ્યા હતા. આ કારની અંદર દારૂના જથ્થાનો સ્થાનિકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ વલસાડ પાલિકા ફાયર વિભાગને થતા પાલિકાની ફાયર વિભાગની ટીમ આગ પર પાણી છાંટી આગ કાબુ મેળવ્યો હતો..જ્યારે આ કાર શેવરોલે બીટ હોવાનું બહાર આવ્યું હતું. આ કાર મહારાષ્ટ્ર પાર્સીંગની છે જેનો નંબર  Mh o2 bp 9266 જાણવા મળ્યું હતું. ત્યારે આ આગ કયાં કારણસર લાગી છે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ બુટલેગર દ્વારા બિન્દાસ રીતે ગુજરાતમાં દારૂ ઘૂસડવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું.

Share This Article