વલસાડ : સ્પેસ મેકર્સ ડે-2019ની ઉજવણી

admin
1 Min Read

વલસાડ જિલ્લાના સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે કોલેજ અને શાળાના બાળકો માટે છેલ્લા 4 વર્ષથી સુનિતા સ્પેસમેકર્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત શાળાના 150 બાળકોએ ગ્લોબલ વોર્મિંગ, વેસ્ટમાંથી બેસ્ટ, સસ્ટેનેબલ, અર્થના થીમ પર વિવિધ મોડેલ તૈયાર કરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા કલેક્ટરે એ.પી.જે. અબ્દુલ કલામને યાદ કરી દરેક વિદ્યાર્થી ભણતર સાથે મેકર્સ બની બહાર આવે તેવી શુભેચ્છા પાઠવી હતી. સરીગામ, સુરત અને અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં સુનિતા સ્પેસમેકર્સ-2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળાના બાળકો ભાર વિનાનું ભણતર ભણી પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવે તે માટે 4 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવેશન, સીનર્જી, ક્રિએશન, સોશીયલ તેમ 4 થીમ પર વિવિધ પ્રોજેક્ટ રજુ કર્યા હતાં. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા કલેક્ટરે એ.પી.જે અબ્દુલ કલામના નામમાં ભૂલ કરી AJP અબ્દુલ કલામ બોલી ગયા હતા. કલામની જયંતિ નિમિતે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભણતર સાથે રમતા રમતા મેકર બની શકાય છે તેમ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે શાળાના બાળકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં જોડાયા હતાં અને પોતાનામા રહેલી પ્રતિભાને બહાર લાવી હતી.

Share This Article