કોરોના પર ચર્ચા માટે પીએમ મોદીની સાર્ક દેશો સાથે વિડિયો કોન્ફરન્સ, ડરવાની જરુર નથી તૈયાર રહો : પીએમ મોદી

admin
2 Min Read
કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલા પર શનિવારે સાંજે સાઉથ એશિયન એસોસીએશન ફોર રીઝનલ કો-ઓપરેશન (સાર્ક) દેશોના પ્રમુખ વિડિયો કોન્ફરન્સ મારફતે એકબીજા સાથે જોડાયા. આ દરમિયાન પીએમ મોદીએ કોવિડ-19 ઈમરજન્સી ફંડ બનાવવાની સલાહ આપી અને ભારત તરફથી આ માટે  1 કરોડ ડોલર આપવાની જાહેરાત પણ કરી.
વડાપ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ભારત દ્વારા કોરોના વાયરસને લઈ ઉઠાવવામાં આવેલ પગલા અંગે જાણકારી આપી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ સાર્ક સંમેલનમાં ભાગ લેવા બદલ તમામ પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ સાર્ક દેશોને કહ્યું હતું કે, આપણે આ મહામારીનો સામનો કરવો તૈયાર છીએ. આ વાયરસના પ્રસારને રોકવા માટે ભારતે ઘણુ કામ કર્યું છે. અમારો મંત્ર છે કે, તૈયારી કરો, પણ ડરવાની જરૂર નથી.
વીડિયો કોન્ફરન્સિંગમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષે, બાંગ્લાદેશના PM શેખ હસીના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલી, ભૂટાનના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન સામેલ થયા હતા, જ્યારે  પાકિસ્તાન તરફથી વડાપ્રધાન ઇમરાન ખાનના સહાયક ડૉ. જફર મિર્જા સામેલ થયા હતા. તમામ દેશોએ ભારતના વડાપ્રધાન મોદીની આ પહેલનો આભાર માન્યો હતો.
આપને જણાવી દઈએ કે, સાર્ક દક્ષિણ એશિયાના દેશો વચ્ચે કામ કરનારું ક્ષેત્રીય સંગઠન છે. તેમા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા આવે છે. આ સંગઠન ક્ષેત્રીય સ્તર પર દેશોમાં પરસ્પર તાલમેલને પ્રોત્સાહન આપે છે..
Share This Article