વિશ્વના નેતાઓ અભિવાદન માટે અપનાવી રહ્યા છે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિનું અભિવાદન ‘નમસ્તે’ બન્યું વિશ્વની ઓળખ

admin
1 Min Read

ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસ વિશ્વના આશરે 114 દેશમાં ફેલાઈ ગયો છે ત્યારે આ વાઈરસનો ડર એટલો વ્યાપક છે કે લોકો હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય પરંપરા અપનાવી રહ્યા છે. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે. લોકો હવે હાથ મિલાવવાથી બચી રહ્યા છે અને લોકોને અભિવાદન કરવા માટે નમસ્તે કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાથ જોડી નમસ્તે કહેતા જોવા મળ્યા છે. તેઓ જ્યારે સ્પેનના રાજા અને મહારાણીને ભારતીય પરંપરા નમસ્તેથી અભિવાદન કર્યું હતું…(ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ)

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન પણ હાલમાં નમસ્તે કરતા નજરે પડ્યા હતા. રાષ્ટ્રપતિએ સ્પેનના રાજા ફિલિપ અને તેમની પત્ની ઈલીસીનું પેરિસમાં સ્વાગત કર્યુ હતું. આ દરમિયાન તેમણે બન્નેનું નમસ્તે કહી અભિવાદન કર્યુ હતું.

(ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન)

લંડનના માર્લબોરા હાઉસમાં જ્યારે કોમનવેલ્થ રિસેપ્શનમાં પ્રિન્સ ચાર્લ્સ પહોંચ્યા તો તેમણે ત્યાં ઉપસ્થિત અતિથીઓને હાથ જોડીને અભિવાદન કર્યું હતું, ત્યા ઉપસ્થિત સૌ લોકોએ પણ હાથ જોડીને નમસ્તે કર્યું હતું. પ્રિન્સ ચાર્લ્સને હાથ જોડી નમસ્તે કરતા જોઈ અન્ય લોકોએ પણ હાથ જોડીને નમસ્તે કર્યું હતું.(બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ )

Share This Article