IPLને લઈ મહારાષ્ટ્રના મંત્રી રાજેશ ટોપેનું ચોંકાવનારું નિવેદન, ખાલી સ્ટેડિયમમાં યોજાઇ શકે છે આઈપીએલ

admin
1 Min Read

દેશભરમાં કોરોના વાયરસ બીમારીથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 60 સુધી પહોંચી ગઇ છે. કોરોના વાયરસને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ પર ખતરો મંડરાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર પણ આ ભયાનક બિમારીથી બચી શક્યું નથી. રાજ્યમાં કોરોનાનાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ બીમારીનાં નવા કેસમાંથી 8 પુણે અને બે મુંબઈથી છે. હવે કોરોના વાયરસનો ખતરો ઇન્ડિયન પ્રીમિયર લીગ પર પણ મંડરાઈ રહ્યો છે.રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ સ્પષ્ટ કહ્યું છે કે આ હાલતમાં આઈપીએલને લઇને રાજ્ય સરકારે મોટા નિર્ણય લેવા પડી શકે છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ કહ્યું કે આ હાલતમાં આઇપીએલને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે.તેમણે જણાવ્યું કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકાર પાસે બે વિકલ્પ છે. આઇપીએલ મેચોને સ્થગિત કરવી અથવા તેઓને ટીવી દર્શકો સુધી સીમિત રાખવા. એટલે કે મહારાષ્ટ્રમાં યોજનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી નહીં હોય. લોકો માત્ર ટીવી પર મેચ જોઇ શકશે. …

Share This Article