જાણો કેવી રીતે ફેલાય છે મહામારી કોરોના, કઈ રીતે બચી શકાય છે આ વાયરસથી?

admin
2 Min Read

ચીનથી શરૂ થયેલા કેરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. કોરોના વાયરસ જીવલેણ વાયરસ છે. અને તેને વૈશ્વિક આરોગ્ય સંગઠને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કીર છે. કોરોના વાઇરસનો ચેપ ભારત સહિત સંક્રમણ 100થી વધારે દેશોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી ઘોષિત કરી છે. ભારતમાં હવે કોરોના વાઇરસના સંક્રમણના 60થી વધારે કેસ સામે આવ્યા છે ત્યારે તમારે આ વાતો જાણવી જરૂરી છે. તો શું છે આ બીમારી અને કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવું કેવી રીતે?

કેવી રીતે બચી શકાય છે કોરોનાના સંક્રમણથી?

પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ

હાથ ધોવા માટે  સાબુનો પણ ઉપયોગ કરી શકાય

ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ

સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ

ગલ અને ખેતરમાં રહેતા પશુઓ સાથે સંપર્ક ટાળવાથી પણ આનો ચેપ અટકાવી

ચહેરાનો સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ

કઈ રીતે ફેલાય છે કોરોના વાયરસ?

કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે. જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.  વાયરસના શરુઆતી લક્ષણો તો અત્યંત સામાન્ય છે. પરંતુ તેમ છતાં આ વાયરસ ઘાતક નીવડી શકે છે ત્યારે તેના મહત્વના લક્ષણો પર નજર કરીએ તો આ વાયરસમાં શ્વાસ લેવામાં મુશ્કેલી. ગળામાં દુખાવો, શરદી, ખાંસી તાવ આવે છે. તાવ વધતા ન્યૂમોનિયાનુ સ્વરૂપ લે છે. કિડની સાથે જોડાયેલી તમામ પરેશાનીમાં વધારો થાય છે. ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બને છે. નવા વાયરસના જેનેટિક કોટના વિશ્વેષણમા આ ખુલાસો થયો છે. સંક્રમણ ફેલાવતા અન્ય વાયરસની તુલનામાં કોરોના વાયરસ અને સાર્સ વાયરસમાં સમાનતા જોવા મળી છે.

Share This Article