વિદ્યાર્થીઓને માર મારતા વિડીઓ વાયરલ

admin
1 Min Read

અંકલેશ્વરમાં વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયાની ઘટનાને ભારે ચકચાર જગાવી છે. અંકલેશ્વર આઈ.ટી.આઈના નામે થયેલ વાયરલ આઈ.ટી.આઈ દ્વારા તપાસ આરંભી છે. વિડીયો વિદ્યાર્થીને માર મારવા ઉપરાંત બીભત્સ ગાળોનું પણ ઉચ્ચારણ જોવા મળી રહ્યું છે. ઘટના અંગે આઈ.ટી.આઈ દ્વારા હજી સુધી કોઈજ ફરિયાદ કરાય નથી. આજરોજ શોશ્યલ મીડીયામાં અંકલેશ્વર આઈ.ટી.આઈના નામે આજરોજ વિદ્યાર્થીઓને મારતા શિક્ષકનો વિડીયો સાથી વિદ્યાર્થીઓએ ઉતારી વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. ઘટનામાં વિદ્યાર્થી વાળ પકડી ઢોલ ધપાટ કરતો શિક્ષક બીભત્સ ગાળોનું પણ ઉચ્ચારણ કરતો નજરે પડે છે. એટલુંજ નહિ માર મારતા ઘડિયાળ પણ નિકરી જતા તેને સરખી કરી ફરી વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. સમગ્ર વિડીયો આગળ અંકલેશ્વર આઈ.ટી.આઈનું નામ લગાવી વાયરલ કરાય રહ્યો છે. જે અંગે આઈ.ટી.આઈ અંકલેશ્વરના પ્રિન્સિપાલ બી.ડી.રાવલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આવો કોઈ વિડીયો વાયરલ થયો હોવાની જાણ થઇ છે.

Share This Article