હાઈ જમ્પ કરતા સસલાનો વિડિયો વાયરલ

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતા વિડિયો ક્યારેક તમને વિચારવા માટે મજબૂર કરી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડિયોમાં પશુ-પ્રાણીના પણ ઘણા વિડિયો સામે આવતા હોય છે જેમાં તેઓ કેટલાક અજીબો ગરીબ હરકતની સાથે સાથે કરતબ કરતા પણ જોવા મળતા હોય છે.

ત્યારે આવો જ એક વિડિયો સસલાનો વાયરલ થયો છે. તમે ઉંચી કૂદ કરતા બાળકો જોયા હશે, યુવાનો જોયા હશે. પરંતુ ક્યારેય સસલાને ઉંચી કૂદ કરતુ જોયુ નહીં હોય. ત્યારે વાયરલ થયેલ વિડિયોમાં સસલુ ઉંચી કુદ કરતુ નજરે પડે છે. જે માનવીને જેમ જ બાંધેલી દોરડા પરથી કૂદી રહ્યું છે.

https://twitter.com/PhysicsAndAstr1/status/1296509667045253121?s=20

આ વીડિયોમાં દેખાઈ રહેલું એક ક્યુટ સસલું ઉઁચી કૂદ કરી રહ્યું છે. સામાન્ય રીતે આપણે કોમ્પિટિશનમાં કે રમત ગમતમાં અવાર નવાર ઉઁચી કૂદના વીડિયો જોયા હશે. પરંતુ આવો વીડિયો ક્યારેય નહીં જોયો હોય. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો અને વીડિયોમાં બતાવવામાં આવેલા સસલાને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Share This Article