મિશન મંગલની સફળતાથી ખુબ ખુશ છે વિદ્યા બાલન

admin
1 Min Read

અક્ષય કુમાર અને વિદ્યા બાલન ફિલ્મ મિશન મંગલની સફળતાથી ખુબ ખુશ છે. વિદ્યા બાલન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ મિશન મંગલ ૧૫ ઓગસ્ટના રોજ રીલીઝ થઈ હતી અને ફિલ્મે પહેલા દિવસે 28.૫૦ કરોડની કમાણી કરી હતી. વિદ્યા આ વાતથી ખુબ ખુશ છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર અક્ષય સાથે એક ક્યુટ વિડીયો શેર કર્યો છે. વિદ્યા બાલને વિડીયો સાથે લખ્યું હતુ કે ફિલ્મ મિશન મંગલને લોકો ખુબ પસંદ કરી રહયા છે અને વિદ્યા તેના માટે લોકોની ખુબ આભારી છે. ફિલ્મ મિશન મંગલ ઈસરોના માર્સ મિશન પર આધારિત ફિલ્મ છે. ફિલ્મને જગન શક્તિએ ડાઈરેક્ટ કરી છે. અને ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા, સોનાક્ષી, તાપસી પન્નુ, નિથ્યા મેનન કીર્તિ કુલ્હારી અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે 2 દિવસમાં ૪૫ કરોડની કમાણી કરી છે હવે વિદ્યા તેની આગામી ફિલ્મ શકુંતલા દેવીની બાયોપીકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને અક્ષય બચ્ચન પાંડે, સૂર્યવંશી, હાઉસફુલ 4 જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Share This Article