કાંકરેજમાં પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવામાં આવ્યા, પારેવડા ગ્રુપ થરા દ્વારા કરાઇ પ્રસંશનીય કામગીરી

admin
1 Min Read

પારેવડા ગ્રુપ થરા દ્વારા આયોજિત કાંકરેજ તાલુકા થરા હાઈવેના પુલ ઉપર દર ઉનાળે પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવામાં આવી રહ્યાં છે.  ઉનાળાની શરૂઆતમાં જ સેવાભાવી લોકો દ્વારા પક્ષીઓને બચાવવા માટે અલગ અલગ પ્રકારનાં પ્રયત્નો કરી રહ્યા છે.  થરા બજારમાં પારેવડા ગ્રુપ દ્વારા દર ઉનાળે પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવામાં આવતા હોય છે.

મહત્વનુ છે કે, સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે.  અત્યારે કોરોના સામે લડવા માટે લોકો સખ્ત બની ગયા છે.  જ્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના કાંકરેજ તાલુકાની તો કાંકરેજના થરા વેપારી મથક બજારમાં લોકડાઉન વચ્ચે સેવાભાવી લોકો સતત ખડેપગે રહી પોતાની ફરજ બજાવી રહ્યાં છે.  જેમાં અત્યારે પક્ષીઓ સાવ સુના બની ગયા છે.  પોતાના ચણ માટે તેમજ પાણી માટે અત્યારે લોક ડાઉન વચ્ચે થંભ થઈ ગયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે.

જેમાં સેવાભાવી લોકો દ્વારા સતત ખડેપગે રહી પોતાની સેવા કરી પોતે જ ફરજ નિભાવી રહ્યાં છે.  જેમાં તો કાંકરેજના થરા બજારમાં પારેવડા ગ્રુપના સભ્યો દ્વારા એક અનોખી રીત પ્રમાણે ચાલીને પક્ષીઓ માટે પાણીના કુંડા મુકી રહ્યાં છે.  પારેવડા ગ્રુપના સભ્યો તમામ હાજર રહીનેે ઉનાળાની ઋતુમાંજ પક્ષીઓ માટે પીવાના પાણી કુંડા ભરીને લટકાવવામાં આવી રહ્યાં છે.

 

 

Share This Article