કોરોના રિકવરી રેટ મામલે ભારત કયા નંબરે?

admin
1 Min Read

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 52 લાખને પાર કરી ગઈ છે જે આંકડો ખૂબ જ ચોંકાવનારો છે. પરંતુ ભારતમાં કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. ભારતમાં રિકવરી રેટ સૌથી સારો છે. રિકવરીની બાબતમાં તે વિશ્વમાં સૌથી આગળ નિકળી ગયો છે. રિકવરીમાં ભારતે અમેરિકાને પાછળ છોડી વિશ્વનો પ્રથમ નંબરનો દેશ બન્યો છે.

વિશ્વભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તેવામાં રિકવરી દર્દીઓની વાત કરવામાં આવે તો સૌથી વધુ રિકવર થયેલા દર્દી ભારતમાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 87 હજાર 472 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે જ ભારતમાં કોરોનાથી રીકવર થયેલા દર્દીઓની સંખ્યા 42 લાખને પાર કરી ગઈ છે. તો 24 કલાકમાં ભારતમાં 92 હજાર 788 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 53 લાખથી વધુ થઈ છે. જ્યારે હાલ ભારતમાં કોરોનાના 10 લાખ 13 હજાર 907 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે. તો અત્યાર સુધી ભારતમાં 85 હજાર 625 દર્દીના કોરોનાથી મોત થયા છે. મહત્વનું છે કે ભારતમાં હાલ કોરોનાની વેક્સીન પર પણ ઝડપી કામ ચાલી રહ્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે હાલમાં જ વેક્સીન અંગે આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધીમાં વેક્સીન આવી જશે.

Share This Article