WhatsApp New Feature: સિક્રેટ કોડથી લોક રહેશે વોટ્સએપ પર પર્સનલ ચેટ, આ યુઝર્સ માટે રજૂ થયું નવું ફીચર

admin
2 Min Read

જો તમે પર્સનલ ચેટ માટે WhatsAppનો ઉપયોગ કરો છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે. વ્હોટ્સએપ પર પર્સનલ ચેટ્સને પહેલા કરતા વધુ પ્રાઇવેટ અને સિક્યોર રાખવા માટે એક નવું ફીચર રજૂ થવા જઇ રહ્યુ છે. હવે તમે WhatsApp પર લૉક કરેલી ચેટ્સને સિક્રેટ કોડ વડે સુરક્ષિત રાખી શકો છો.

વાસ્તવમાં Wabetainfoના તાજેતરના અહેવાલ અનુસાર, આ ફીચર WhatsAppના બીટા યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર અંગેનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે.

શું છે સિક્રેટ કોડ

વોટ્સએપ પર લોક ચેટનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો કે, પ્લેટફોર્મ પરની આ ચેટ્સ હજુ સુધી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. આ ચેટ્સ ઓપન કરવા માટે ફક્ત ફોનના પિનનો ઉપયોગ કરવામાં આવે છે

WhatsApp New Feature: Personal chat on WhatsApp will be locked with a secret code, a new feature has been introduced for these users.

એટલે કે, એક વખત યુઝરનો ફોન પાસવર્ડ અને પિનથી અનલોક થઈ જાય તો તેની વ્હોટ્સએપ પર્સનલ ચેટ પણ સરળતાથી એક્સેસ કરી શકાય છે.

સિક્રેટ કોડ કેવી રીતે કામ કરશે?

ગુપ્ત કોડ સાથે લૉક કરેલ ચેટ્સ માટે ફોનના પિનથી અલગ સિક્રેટ કોડ સેવ કરી શકાય છે. આ સીક્રેટ કોડનો ઉપયોગ આ ચેટ્સ ઓપન કરવા માટે જ થઈ શકે છે. સીક્રેટ કોડ સેટ કરવાની આ સુવિધા યુઝરને ચેટ લોક સેટિંગમાં દેખાશે.

જો યુઝર ઇચ્છે તો તે આ સેટિંગને ઓફ પણ રાખી શકે છે. આ સિવાય લૉક કરેલી ચેટ્સને વોટ્સએપની સામાન્ય ચેટ્સથી અલગથી પણ છૂપાવી શકાય છે. ચેટ ટેબના સર્ચ બારમાં સિક્રેટ કોડ દાખલ કરીને આ ચેટ્સને ઓપન કરી શકાય છે.

તમે નવા ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?

નવા ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે એપનું અપડેટેડ વર્ઝન (WhatsApp beta for Android 2.23.21.9 update) ઇન્સ્ટોલ કરવું પડશે. યુઝર્સ એપને પ્લે સ્ટોર પરથી અપડેટ કરી શકે છે.

 

The post WhatsApp New Feature: સિક્રેટ કોડથી લોક રહેશે વોટ્સએપ પર પર્સનલ ચેટ, આ યુઝર્સ માટે રજૂ થયું નવું ફીચર appeared first on The Squirrel.

Share This Article