ક્યારે આવશે કોરોનાની કારગર વેક્સીન? WHOએ કહ્યું…

admin
1 Min Read

દુનિયાભરના ડોક્ટર અને વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં દિવસ રાત એક કરી રહ્યા છે. કોરોનાની મહામારીનો આંકડો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ચાલુ વર્ષના અંત સુધી એક કારગર અને પ્રભાવી વેક્સીન દુનિયાને મળી જશે. જોકે, આ બધાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ આ મામલે નિવેદન આપ્યું છે.

WHOફરી કોરોના વેક્સીનને લઇને નવું નિવેદન જાહેર કર્યું છે. તેમનું માનવું છે કે કોરોના વેક્સીન આગામી વર્ષના મધ્ય સુધી બનશે નહીં. WHOના પ્રવક્તા માર્ગરેટ હેરિસે કહ્યું કે અત્યાર સુધી ઉન્નત નિદાન પરિક્ષણોમાં જેટલી પણ દવા કંપનીઓ વેક્સીન બનાવી રહી છે તેમાંથી કોઈપણ અત્યાર સુધી ઓછામાં ઓછા 50 ટકાના સ્તર પર ખરી ઉતરી નથી.

બીજીબાજુ અમેરિકી સંસ્થા સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને જન સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એજન્સીઓને જણાવ્યું હતું કે તે ઓક્ટોબર કે નવેમ્બર સુધી બે વેક્સીન તૈયાર કરી શકે છે. ગત સપ્તાહે સીડીસી દ્વારા સંસ્થાઓને મોકલેલા દસ્તાવેજોમાં વેક્સીનને ‘એ’ અને ‘બી’નામ આપવામાં આવ્યું છે. જેમાં વેક્સીન સાથે જોડાયેલી બધી મહત્વની જાણકારીઓ સામેલ છે. જ્યારે અમેરિકામાં એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.કંપનીના મતે અમેરિકામાં કુલ 80 સ્થાન પર 30 હજાર સ્વંયસેવકો પર તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે.

Share This Article