ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી

admin
1 Min Read
OMSK, RUSSIA - JANUARY 28, 2020: An employee of the Transmissive Viral Infections Laboratory of the Omsk Research Institute of natural focal infections. The lab has designed a testing system that allows to diagnose coronavirus in 7-8 hours. Yevgeny Sofiychuk/TASSÐîññèÿ. Îìñê. Ñîòðóäíèöà ëàáîðàòîðèè òðàíñìèññèâíûõ âèðóñíûõ èíôåêöèé Îìñêîãî íàó÷íî-èññëåäîâàòåëüñêîãî èíñòèòóòà ïðèðîäíî-î÷àãîâûõ èíôåêöèé.  ëàáîðàòîðèè ðàçðàáîòàëè ñèñòåìó òåñòèðîâàíèÿ, áëàãîäàðÿ êîòîðîé ìîæíî äèàãíîñòèðîâàòü êîðîíàâèðóñ çà 7-8 ÷àñîâ. Åâãåíèé Ñîôèé÷óê/ÒÀÑÑ

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 900થી વધુ કેસ સામે આવી ચૂક્યાં છે, જેમાં 19 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોનાના રોકવા માટે સરકારે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે….  આ સાથે કોરોનાની તપાસ માટે સરકારે લેબની સંખ્યા પણ વધારી દીધી છે…સરકાર તરફથી લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે ગુજરાતની ચાર સહિત 35 ખાનગી લેબને તપાસની મંજૂરી આપવામાં આવી છે… તેનાથી ટૂંક સમયમાં અને મોટાપાયે કોરોના વાયરસ સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ મળશે…આ 35 ખાનગી લેબની યાદીમાં ગુજરાતની 4 લેબનો સમાવેશ થયો છે.ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે 4 ખાનગી લેબને મંજૂરી આપવામાં આવી છે. તેમાં 3 અમદાવાદની છે જ્યારે 1 સુરતની લેબ છે….

આ ખાનગી લેબમાં હવે થશે કોરોના વાયરસ સંક્રમણની તપાસ

  • યૂનિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ, 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડનની પાસે, એલિસબ્રિજ, અમદાવાદ
  •  સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ
  •  એસ.એન. જનરલ લેબ પ્રા.લિ., નાનપુરા, સુરત
  •  પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ. એલિસબ્રિજ, અમદાવાદ
Share This Article