કોરોનાને લઈ હાઈકોર્ટે કાઢી સરકારની ઝાટકણી, નિયમોનું કડકપણે પાલન કેમ નહીં?

admin
1 Min Read

રાજ્યમાં કોરોનાનો કહેર હજી યથાવત છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. ત્યારે કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેમાં સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેમાં સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હતી અને કહ્યું હતુ કે, યોગ્ય પગલા નહીં લેવાય તો સ્થિતિ બગડી શકે છે. હાલનો સમય ખૂબ ગંભીર હોવાનો હાઈકોર્ટમાં મત રજૂ થયો હતો.

હાઈકોર્ટે કહ્યું કે, આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરશો તો બે અઠવાડિયામાં સ્થિતિ કંટ્રોલમાં આવશે. આ સમય કડક પગલા લેવાનો છે. સાથે જ કોર્ટે કહ્યું કે, સરકાર આવા પગલા લેવા અક્ષમ છે તેવું કહે તો એ વ્યાજબી નથી. કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા નિયમોનું કડકપણે પાલન કરાવવું એ સરકારની જવાબદારી છે. હાલ ઝડપી અને અસરકારક કામગીરીની જરૂરીયાત હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું. મહત્વનું છે કે હાઈકોર્ટની આ ટિપ્પણી પરથી એ સ્પષ્ટ લાગી રહ્યું છે કે સરકાર પોતાની રીતે કોઈ કડક પગલા લઈ રહી નથી. જેના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

Share This Article