સ્વામી પરિવારના અગ્રણીઓ દ્વારા ધજા ચઢાવવામાં આવી

admin
1 Min Read

પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાભ ભગવાનના મંદિર પરિસરમાં પરંરાગત કારતક સુદ ચૌદસ થી કારતક વદ પાંચમ સુધી સપ્તરાત્રિ મેળો ભરાય છે ત્યારે આ વર્ષે મંગળવારથી મેળાનો પ્રારંભ થયો હતો જેમાં ભગવાનની રવાડી નીકળી જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે પદ્મનાભ મંદિરમાં આવેલા ગોપેશ્વર મહાદેવ મંદિર શિખર પર ડર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કારતક સુદ પાંચમના સપ્ત રાત્રી મેળાના અંતિમ દિવસે ધજા ચઢાવવામાં આવી હતી. આ ધજા પાટણ સ્વામી પરિવારના પરિવારજનો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ચઢાવવામાં આવી હતી. સ્વામીના પરિવારજનોએ ખાસ ઉપસ્થિત રહી વર્ષોની પરંપરા ને નિભાવી ગોપેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે પાટણમા પ્રજાપતિ જ્ઞાતિમાં વિક્રમ સંવત ૧૪૫૮ને ચૈત્ર સુદ પાંચમે શિવજીના વંશજમાં માતા લક્ષ્મીદેવી ( લખમા) અને પિતા કરણદેવને ત્યાં પદ્મનાભ ભગવાનનો જન્મ થયેલો પદ્મનાભને વિષ્ણુના 24 મો અવતાર માનવામાં આવે છે પરંપરાગત ભગવાન પદ્મનાભના મંદિર પરિસરમાં કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી રાતના સમયે સાત મેળા શ્રી હરિની યાદમાં ભરાય છે આ મેળાને રેવડીનો મેળો પણ કહેે છે કારણ કે ભગવાનને ગોળ તલ માંથી બનાવેલ રેવડીની પ્રસાદ ધરાવે છે.

 

Share This Article