યે દોસ્તી હમ નહીં તોડેંગે, બે બિલાડીઓની મિત્રતા જુઓ વિડિયોમાં

admin
1 Min Read

યે દોસ્તી હમ નહીં તોડેંગે…. ફિલ્મ શોલેમાં બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલ આ ગીત તમને યાદ તો હશે જ. આ ગીતના શબ્દો મિત્રતા પર આધારીત છે ત્યારે આવી જ મિત્રતા દર્શાવતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જોકે વાયરલ થયેલ વીડિયો બે બિલાડીનો છે જેમના વચ્ચેની ગાઢ મિત્રતા વિડિયો પરથી જ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર બે બિલાડીનો મસ્ત વીડિયો વાયરલ થયો છે. તે બે મિત્રોની જેમ એક જ સ્ટાઈલમાં ચાલતી જોવા મળે છે. આ ક્યુટ બિલાડીઓના વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

https://twitter.com/PhysicsAndAstr1/status/1296552856061988868?s=20

આ વિડિયોને ટ્વિટર પર ફિઝિક્સ એન્ડ એસ્ટ્ર નામના ટ્વિટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર અવાર નવાર અવનવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ વીડિયોને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

Share This Article