ચીનમાં ભારતીય સામગ્રીની ધૂમ ખરીદી

admin
2 Min Read

છેલ્લા કેટલાક સમયથી ભારતે ચીનથી આયાત કરવાને બદલે જંગી પ્રમાણમાં નિકાસ કરી છે. ચીનને થતી નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ગલવાન ખીણમાં થયેલ અથડામણ બાદ સમગ્ર દેશમાં ચાઈના પ્રોડક્ટ તેમજ ચાઈનાનો સંપૂર્ણ બોયકોટ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેની અસર હવે જોવા મળી રહી છે.

ઘણી કંપનીઓએ ચીન સાથેના આયાત કરાર પણ કેન્સલ કર્યા છે. એક અહેવાલ મુજબ કોરોનાકાળમાં ચીનથી થતી આયાતમાં ભારે ઘટાડો નોંધાયો છે, જ્યારે નિકાસમાં મોટાપાયે ઉછાળો નોંધાયો છે. ભારત દ્વારા થતી નિકાસમાં ગત મહિનાઓમાં મોટો સુધારો જોવા મળ્યો છે.

એપ્રિલમાં નિકાસ માઈનસ 60.2 ટકા હતી જે મે મહિનામાં સુધરીને માઈનસ 50 ટકા થઈ, જૂનમાં 30 ટકા જ્યારે જુલાઈમાં નિકાસ વધીને માઈનસ 10.2 ટકાની સપાટીએ પહોંચી ગઈ છે. જુલાઇ મહિના દરમિયાન શિપમેન્ટની રીતે ચીન ખાતે નિકાસમાં 78 ટકા, મલેશિયા ખાતે 76 ટકા, વિયેતનામને 43 ટકા અને સિંગાપોર ખાતે નિકાસમાં 37 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.

અમેરિકા, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ સહિત યુરોપના ઘણા દેશો હજીપણ કોરોના સંકટથી ઝઝુમી રહ્યા છે. કોરોના સંક્રમણના સૌથી વધુ દર્દીઓના મામલે સમગ્ર વિશ્વમાં અમેરિકા પ્રથમ ક્રમે અને બ્રાઝિલ બીજા ક્રમે છે. આવી સ્થિતિમાં ત્યાં થતી નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ યુએઇની માટે થયેલી નિકાસમાં 53.2 ટકા, બ્રિટન ખાતે 38.8 ટકા, અમેરિકા ખાતે 11.2 ટકા અને બ્રાઝિલ ખાતેની નિકાસમાં 6.3 ટકાનો ઘટાડો આવ્યો છે.

Share This Article