આસામ અને બિહારમાં પુરની તબાહીની આ તસ્વીર જોઈ તમારુ હૃદય દ્રવી ઉઠશે

admin
1 Min Read

દેશ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આસામ અને બિહારમાં ભારે વરસાદના કારણે પૂરની આફત આવી પડી છે. આસામ અને બિહારમાં પુરથી સ્થિતિ બેહાલ બની ગઇ છે. લાખો લોકો અસરગ્રસ્ત થયા છે, રિપોર્ટ પ્રમાણે સેંકડો ગામોમાં પુરની પાણી ફરી વળ્યુ છે, અને લાખો લોકો બેઘર બન્યા છે.

બન્ને રાજ્યોની અનેક નદીઓ ઓવરફ્લૉ થઇ ગઇ છે, અને નદીઓનુ પાણી ગામ અને શહેરોમાં ઘૂસી ગયુ છે. પૂર્વોત્તરના રાજ્ય આસામ પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે.

આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 90થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અનેક લોકો પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા છે. જેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ પૂરના કારણે માણસોની સાથે સાથે પશુ પ્રાણીઓને પણ મોટી અસર થઈ છે.

આસામની વાત કરવામાં આવે તો અહીં 33માંથી 30 જિલ્લાઓ પુરના પાણીમાં ડૂબી ગયા છે. ગૃહ મંત્રાલય પાસે 15 જુલાઈ સુધીના ડેટા ઉપલબ્ધ છે. તે મુજબ અહીં 22 મેથી લઈને 15 જુલાઈ સુધી 4 હજાર 766 ગામ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 48.07 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 1.28 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડીને રિલીફ કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યારે 90થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Share This Article