અયોધ્યા પર નિવેદનને લઈ નેપાળમાં ઘેરાયા પીએમ ઓલી, સંત સમાજે નોંધાવ્યો વિરોધ

admin
1 Min Read

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ ભારત પર નેપાળની સરહદમાં અતિક્રમણનો આરોપ મૂક્યા પછી હવે તેમણે સાંસ્કૃતિક અતિક્રમણનો નવો રાગ આલાપ્યો છે. તેમણે અયોધ્યાને ભારતમાં હોવાનું માનવાથી ઇનકાર કર્યા બાદ તેઓ પોતાના દેશમાં જ ઘેરાયા છે.

(File Pic)

ભારતની સાથે વર્ષોથી જૂના રોટી-બેટીના સંબંધને તોડવાની દીશામાં કોઇને કોઇ હંગામો કરતા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પદ ગુમાવવાના ડરથી રાજકીય છાવણીમાં રોકાયેલા છે. રાજકીય કોરિડોરમાં ઘેરાયેલા ઓલી સામે જાહેરમાં આક્રોશ પણ રસ્તાઓ પર દેખાવા લાગ્યો છે. ત્યારે હવે નેપાળના સંત સમાજે પણ ઓલી સામે મોરચો ખોલ્યો છે.

(File Pic)

ઓલી તરફથી થોડા દિવસ પહેલા ભગવાન રામ અને અયોધ્યાને લઇ અપાયેલા નિવેદનોથી રોષે ભરાયેલા સંતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સંત સમાજ દ્વારા જનકપુરમાં વડાપ્રધાન ઓલીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, પ્રદર્શનમાં સામેલ સંતો, ધાર્મિક સંગઠનો અને સામાન્ય નાગરિકોએ પીએમ ઓલીએ અયોધ્યા રામ મંદિરને લઈ આપેલ નિવેદનને પાછું લેવાની માંગ કરી હતી.

Share This Article