પાટણ: વિદ્યાર્થી નેતાઓની કરાઈ વરણી

admin
1 Min Read

રાજ્યની વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે વિદ્યાર્થી નેતાઓના સંગઠનો કાર્યરત છે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા પ્રમુખ સંગઠનો છે. ઉલ્લેખનીય છે કે આ બંને સંગઠનોના નેતાઓની વિવિધ પદ પર વરણી કરવામાં આવતી હોય છે અથવા ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે પાટણ ખાતે આવેલી હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં વિદ્યાર્થી નેતાઓની વરણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત અહેવાલ મુજબ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ પાટણની વિવિધ કોલેજો તેમજ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અધ્યક્ષ, મંત્રી અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે યુનિવર્સિટીના મેથેમેટીક ડિપાર્ટમેન્ટમાં કેમ્પસ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ અધ્યક્ષ અને મંત્રીઓની વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એન.જી.ઇ.એસ કેમ્પસમાં આવેલ વિવિધ કોલેજોમાં અધ્યક્ષ અને મંત્રીની વરણી કરવામાં આવી હતી.

Share This Article