Connect with us

જામનગર

પોલીસકર્મીને માર મારવાની ઘટના સામે આવી

Published

on

જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાંથી મોટર સાયકલ સાથે પસાર થતા એક પોલીસકર્મચારીને ત્રણ સખ્સોએ આંતરી લઇ હુમલો કરી બેફામ માર મારતા ચકચાર મચી જવા પામી છે. સખ્ત મારથી અર્ધ બેશુદ્ધ થઇ ગયેલા પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જામનગર પોલીસબેડા ચર્ચાસ્પદ બનેલ બનાવની વિગત મુજબ, ગઈ કાલે મોડી રાત્રે હવાઈ ચોક નજીક ખંભાલીયા ગેઇટ પાસેના વિસ્તારમાં વરૂડી હોટેલ વાળી ગલીમાં પોતાની પત્ની સાથે મોટર સાયકલ પર પસાર થતા અને પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરજ બજાવતા પરેશ ખાણધરને ત્રણ શખ્સોએ આંતરી લીધા હતા. પોતાની પત્ની સાથે નીકળેલ પોલીસકર્મી કઈ સમજે તે પૂર્વે જ ત્રણેય શખ્સોએ ચોતરફો હુમલો કરી બેફામ માર માર્યો હતો. માર મારવાની સાથે ત્રણેય શખ્સોએ સોનાના ચેનની લૂંટ ચલાવી તુરંત નાશી ગયા હતા.આ ઘટનાને પગલે અને બેફામ મારથી ઘવાયેલા પોલીસ કર્મીને તુરંત જીજી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનાની જાણ થતા સીટી એ ડીવીજન પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

Published

on

હોસ્પિટલમાં આગ લાગવાના અકસ્માત સર્જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ આવી નોબત આવે તે પહેલા જ જામનગરની જી.જી.સરકારી હોસ્પિટલમાં ફાયરની નવી સિસ્ટમો લગાડવામાં આવી છે. અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ પાછળ ખર્ચ કરી જી.જી. હોસ્પિટલ તંત્રએ અકસ્માત નિવારણ કરવા પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી જામનગરની જી.જી. હોસ્પિટલ (આસપાસના જિલ્લાઓ માટે પણ વરદાન રૂપ સાબિત થતી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં સારવાર અર્થે આવતાં હોય છે. આગ લાગવા જેવી આકસ્મિક ઘટનાઓ સમયે દર્દીઓની સલામતિ ખૂબ જ જરુરી બની જાય છે. જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવેલી ફાયર સેફટીના સાધનો સહિતની સામગ્રી અનેક વખત ચર્ચાનો વિષય બની છે. ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેઇટના હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા જી.જી. હોસ્પિટલમાં અતિઆધુનિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે. જેથી આગ લાગવા જેવી ઘટનાઓ સમયે તુરંત આગને કાબુમાં લઇ શકાય.

Continue Reading

ગુજરાત

જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇને મ્યુ. કમિશનર મેદાને

Published

on

જામનગર શહેરમાં વર્ષોથી અબોલ પશુઓની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. જામનગરના માર્ગો પર રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની છે.ત્યારે જામનગરમાં રખડતા ઢોર મુદ્દે તંત્ર એકશનમાં આવ્યું છે. જામનગરની એક પણ શેરી એવી નહી હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય! ત્યારે દિવસેને દિવસે વધતાં જતા રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા તંત્રએ મન માંનવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.ખુદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને SP પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગરના જાહેર રસ્તાઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ બનતી છતાં આ ગંભીર પરિસ્થિતિનું કાયમી ધોરણે નિકાલ લાવવામાં તંત્ર વામણુ સાબીત થાય છે. ત્યારે આજરોજ રખડતાં ઢોરની સમસ્યાને લઇ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા મ્યુ.કમિશનર વિજયકુમાર ખરાડી મેદાને ઉતર્યા હતાં. જામનગર શહેરનાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં આવેલ વંડાફળી, ભરવાડ પા સહિતના વિસ્તારોમાં પોલીસવડા અને મ્યુ.કમિશનર પહોંચ્યા હતાં અને પશુપાલકોના કડક ચેતવણી આપી હતી. સ્થળ ઉપર જ નોટીસ અપાઇ હતી. પોલીસવડા અને કમિશનર દ્વારા પશુપાલકોને અલટી મેટમ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શહેરના રાજમાર્ગો પરથી રખડતાં ઢોરના અંડીગા દુર થાય છે કે નહી તે જોવું રહ્યું…!!

Continue Reading

જામનગર

જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

Published

on

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

આજથી દોઢ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં એક માત્ર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ હતી. તા.8-4-2021ના રોજ જામજોધપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કીડની ડાયાલીસીસ કેન્દ્ર શરુ કરવામાં આવી હતી. જેમાં કીડનીના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવતી. જ્યાં આજ દિન સુધી અંદાજે 1200થી વધુ દર્દીઓને ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં કીડનીની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ઘર આંગણે જ ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં સહયોગથી જિલ્લાના 4 સામુહિક આરોગ્ય કેન્દ્રો ધ્રોલ, જોડિયા, કાલાવડ તથા લાલપુર ખાતે રૂ.1 કરોડ 70 લાખ 80 હજારના ખર્ચે કીડની ડાયાલીસીસ કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે.

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

જેની તમામ વહીવટી તથા કીડની ઇન્સ્ટીટયુટ સાથેના MOUની પ્રકીયા પૂર્ણ કરી દેવામાં આવી છે.આગામી 2 માસમાં આ કેન્દ્રો ખાતે લોકોને વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 4 કેન્દ્રો ખાતે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થવાથી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતેનાં દર્દીઓનો ધસારો ઓછો થશે, તેમજ અંતરીયાળ વિસ્તારમાં વસતા લોકોને તેમના રહેઠાણથી નજીકમાં જ ડાયાલીસીસની સુવિધા મળી રહેવાથી તેઓને આર્થિક બચત પણ થશે. આમ આ કેન્દ્રો ખાતેની ડાયાલીસીસની સુવિધા કીડનીની સારવાર લઈ રહેલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ચાર કેન્દ્રો કાર્યરત થતા જામનગર જિલ્લાને તમામ તાલુકા સ્તરે નિ:શુલ્ક સરકારી ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ધરાવતા ગુજરાતના પ્રથમ જિલ્લા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે.

Continue Reading
Uncategorized5 mins ago

વાહન માટે આ રીતે ખાસ છે CC, ટોર્ક અને BHP, જાણો કેવી રીતે કરે છે કામ

Uncategorized1 hour ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized2 hours ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized3 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized4 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized5 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized7 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized3 days ago

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

Trending