બનાસકાંઠા: થરાદ વિધાનસભા ચૂંટણીમાં હાર મામલે ભાજપની પ્રતિક્રિયા

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની છ બેઠક માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં કોંગ્રેસ બાજી મારી હતી. કોંગ્રેસે થરાદ અને બાયડ અને રાધનપુર બેઠક જીતી લીધી છે. . ભાજપમાં આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર પણ હાર્યા છે. પરબત પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી થરાદ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. ચૌધરીઓના વર્ચસ્વ વાળી બેઠક ચૌધરીઓ હારી ગયા છે. અને રાજપૂતના ફાળે ગઈ છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ(ચૌધરી) હારી ગયા છે. જ્યારે કોંગી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જીત્યા છે.

થરાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવારની 6424 મતથી જીત થઈ છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલની સામે ગુલાબસિંહની જીત થઈ છે. આ જીતને ગુલાબસિંહે પ્રજાની જીત ગણાવી હતી. ત્યારે પરબત પટેલે જણાવ્યું કે પ્રજા સુધી અમારી વાત પહોંચાડવામાં આમે કાચા પડ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે જનતાનો ચુકાદો સર્વોપરી જોય છે.

Share This Article