કચ્છ :ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગ દોડતું થયું

admin
1 Min Read

કચ્છમાં ઘણા સમયથી ડેન્ગ્યુથી લોકો પરેશાન થયા છે અને ખાસ કરીને વાયરલ તાવને લોકો ડેન્ગ્યુ સમજી રહ્યા છે પરંતુ ઘણા કિસ્સામાં દરેક તાવ ડેન્ગ્યુ હોતો નથી તેથી લોકોએ ગભરાવવું જોઈએ નહીં અને જાગૃતિ કેળવવી જોઈએ અને કોઈપણ જગ્યાએ ચોખ્ખું પાણી ભરેલું રહેવું ન જોઈએ અને રહેતું હોય તો તેને સાફ કરી નાખવું જોઈએ તેવી વાત આરોગ્ય અધિકારીએ કરી હતી જાન્યુઆરી 2019  થી 23 ઓક્ટોબર 2019 સુધી 123 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે મેલેરિયાના 326 કેસ જોવા મળ્યા છે રોગચાળા સામે આરોગ્ય વિભાગનો એક-એક કર્મચારી જંગ આદરી રહ્યો છે

ત્યારે લોકોએ પણ ગભરાયા વગર કોઈ પણ તાવને ડેન્ગ્યુ નહીં સમજવો જોઈએ અનેતાવ ની સારવાર ડોક્ટરો પાસેથી મેળવવી જોઈએ જિલ્લાના આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે ખૂબ જ વિસ્તૃત રીતે આરોગ્ય વિભાગે કરેલી માહિતી મુલાકાત દરમિયાન આપી હતી તેમણે આપેલી માહિતીને આધારે કહી શકીએ કે હાલે આરોગ્ય વિભાગ દ્વારા વાયરલ ફીવર, ડેન્ગ્યુ ,મેલેરિયા સામેનો  જંગ ચાલી રહ્યો છે અને આરોગ્ય વિભાગ એવી આશા રાખી રહ્યો છે કે આવનારા સમયમાં રોગચાળાની અસર નાબૂદ થવાના અણસાર છે.

Share This Article