વલસાડ સરીગામ બજારમાં સર જાહેરમાં લોકોની સામે કોંગી નેતાના ભાઈએ ધીંગાણું કર્યું હતું. જનતાની સામે આરોપીએ પોલીસને મચકના આપતા ચકચાર મચી હતી. હજારો જનતાની વચ્ચે પોલીસ અને સંતોષ ઉર્ફે પપુ રાય વચ્ચે ફિલ્મી ડ્રામા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પપ્પુ રાયે પોલીસ અને લોકોને ખુલ્લેઆમ ગાળો ભાંડી હતી. સંતોષ ઉર્ફે પપ્પુ રાયનો એક ભાઈ ડીવાયએસપી સંજય રાય, બીજો ભાઈ રાકેશ રાય વલસાડમાં કોંગ્રેસમાં પીઢ નેતા, ત્રીજો ભાઈ વલસાડમાં પંકજ રાય બીજેપીમાં પીઢ નેતા અને ચોથો ભાઈ અશોક રાય જે વલસાડનો નામી ફાયનાસર અને કંપની કોન્ટ્રાકટર છે. સંતોષ દ્વારા પોલીસ સાથે મારામારી કરતો પણ વીડિયો વાયરાલ થયો છે. તે બાદ સંતોષે પોલીસને સસ્પેન્ડ કરી દેવાની ધમકી પણ આપી છે. જાણવા મળ્યું હતું કે પરિવાર સાથેના આંતરિક સમસ્યાનું રોડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યા છે. પોલીસને ધક્કામુક્કી સાથે પથ્થર અને ઢિક મૂકી નો માર પણ મરાયો છે. ૨૫ મિનિટ સુધી ૧ પીએસ આઇ અને ૫ કોન્સ્ટેબલ જીપમાં ના બેસાડી સકતા પોલીસની સામે પણ સવાલો ઉઠયા હતા. આરોપીએ પોલીસના વિડિયો બનાવી આઇજી ને રજુઆત કરવાની ધમકી આપતા આરોપીને છોડી દેવામાં આવ્યો હતો.