અ’વાદ ગોડાઉનમાં બ્લાસ્ટમાં 10 જીંદગી હોમાઈ, બ્લાસ્ટના CCTV ફુટેજ આવ્યા સામે

admin
2 Min Read

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનામાં મોતને ભેટેલ લોકોની સંખ્યા 10 પર પહોંચી છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

જેમણે તાત્કાલિક ધોરણે આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આ બ્લાસ્ટની આસપાસના 9 ગોડાઉનને પણ અસર થઈ હતી, જ્યારે કાપડના ગોડાઉન સહિત 3 જેટલા ગોડલાઉનની છત ધરાશાઈ થઈ હતી. આ બ્લાસ્ટની ઘટનામાં મોતને ભેટેલ લોકોમાં 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રેસ્ક્યુની કામગીરી માટે એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે

https://twitter.com/TheSquirrelin/status/1324011573606715394?s=20

આ દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી રુપાણીથી લઈ દેશના વડાપ્રધાન મોદીએ પણ નોંધ લીધી છે અને ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાન મોદીએ દુર્ઘટના અંગે ટ્વીટ કરતા લખ્યું હતું કે, અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનિના સમાચારથી વ્યથીથ છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. બીજીબાજુ અમદાવાદમાં બનેલી આ આગ દુર્ઘટનાને લઈ CM રુપાણીએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં બે ઉચ્ચ અધિકારીઓને આગકાંડની તપાસની જવાબદારી સોંપાઈ છે. જ્યારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.

Share This Article