સુરત-ગોટાલાવાડી પાસેથી 12 લાખનો ઈંગ્લીશ દારૂ પકડાયો

Subham Bhatt
1 Min Read

સુરતના કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે આયસર ટેમ્પો માંથી રૂપિયા 12 લાખનો ઈંગ્લીશ દારૂ સુરતક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસેથી રૂા . ૧૨ લાખથી વધુનો ઇંગ્લિશદારૂ ભરેલા આઇસર ટેમ્પા સાથે તેના ડ્રાઇવરને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ઇંગ્લિશ દારૂ અનેટેમ્પો મળી રૂા . ૧૭ લાખથી વધુનો મુદામાલ કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા .

12 lakh English liquor seized from Surat-Gotalawadi

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ , સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેરમાંઇંગ્લિશ દારૂ ઘૂસાડવાની પ્રવૃત્તિને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી મળી હતી કે ,દમણથી મોકલવામાં આવેલ ઇંગ્લિશ દારૂ ભરેલ ટેમ્પો સુરત શહેરમાં આવનાર છે . જે બાતમીના આધારેસુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે વોચ ગોઠવી રૂા . ૧૭ લાખથી વધુનાઇંગ્લિશ દારૂ ભરેલા મહારાષ્ટ્ર પાર્કિંગના આઇસર ટેમ્પા સાથે તેના ડ્રાઇવર મહેશ ઘનશ્યામભાઇ મહેતા તથા ક્લીનર ચંદન ગુલાબ ગૌતમ ને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ અને ટેમ્પો તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share This Article