સુરત-ગંગા સ્વરૂપા મહિલાઓને ગંગાસ્વરૂપા સહાય યોજના હેઠળ મળે છે પૈસા

Subham Bhatt
2 Min Read

રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ અને સહાય માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવીછે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગાસ્વરૂપ મહિલાઓ સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તેહેતુથી 'ગંગાસ્વરૂપા સહાય યોજના' અમલી બનાવી છે પતિના મૃત્યુ પછી સ્વમાનભેર જીવન જીવવા માટેમહિલાને આર્થિક ટેકાની જરૂર હોય છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આવી ગંગાસ્વરૂપા બહેનોને પીઠબળપૂરૂ પાડ્યું છે. સુરત શહેર-જિલ્લાની ૬૯,૫૦૩ ગંગા સ્વરૂપા મહિલાઓને ગંગાસ્વરૂપા સહાય યોજનાહેઠળ મહિને રૂા.૧૨૫૦ મળી રહ્યાં છે. જેમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ૮૭૬૯ મહિલાઓ અને સુરતસિટી તાલુકામાં સૌથી ઓછી ૧૩૦ મહિલાઓ માસિક પેન્શન મેળવી રહી છે. આ રકમ તેમનાજીવનનિર્વાહ માટે આધારસ્થંભ બની છે. આ યોજનાનો લાભ ૧૮ વર્ષ કે તેથી વધુ વયની કોઈપણનિરાધાર ગંગાસ્વરૂપ(વિધવા) મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. વધુ વિગતો આપતાસુરત જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્વેતા દેસાઈ જણાવે છે કે, ગંગા સ્વરૂપા આર્થિકસહાય (વિધવા સહાય) મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક ૧.૨૦ લાખ તથા શહેરી વિસ્તાર માટે ૧.૫૦ લાખ હોવી જોઈએ. સહાય સીધી લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

Surat-Ganga Swarupa women get money under Gangaswarupa Sahay YojanaSurat-Ganga Swarupa women get money under Gangaswarupa Sahay Yojana

જો લાભાર્થી મહિલાનું અકસ્માતે મૃત્યુ થાય તો ગુજરાત સામૂહિક જુથ સહાય-જનતા અકસ્માત વિમા યોજનાઅંતર્ગત વારસદારને રૂ.૧ લાખ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ મેળવવા  માટે પતિના મરણનોદાખલો, ગંગાસ્વરૂપા હોવા અંગેનો દાખલો, આધાર કાર્ડ, આવક અંગેનો દાખલો, બે પાસપોર્ટ સાઈઝફોટા, પુન:લગ્ન કરેલ ન હોય તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર, ઉંમર અંગેના પુરાવો, રેશનકાર્ડની નકલ,બેંક પાસબુક વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે. ગ્રામ્યકક્ષાએ VCE અથવા મામલતદાર કચેરીએ અરજી કરવી.શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરીમાં અરજી કરવી. સુરત શહેર-જિલ્લાની એકપણ ગંગાસ્વરૂપાબહેન આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ માટે તા.૧૫મી મે સુધી ખાસ ઝુંબેશ શરૂ કરવામાંઆવી છે. લાભાર્થીઓ બહેનોને યોજનાકીય લાભો મળે, પેન્શન પ્રાપ્ત કરીને સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે એ પણ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું શ્વેતા દેસાઈએ જણાવ્યું હતું.

Share This Article