પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સૂચના મુજબ નાર્કોટિક્સને લગતી બદીઓ સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા પાટણ એસ.ઓ.જી પોલીસ ઇસ્પેક્ટર ડી.વી ડોડીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી, પી.એસ.આઇ, એલ પી બોડાણા તથા ટીમ સાથે હારીજ તાલુકાના નવા મોકા ગામે ઠાકોર દીવાનજી લવજીના કબજા ભોગવટાના ખેતરમાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરે છે. જેની હકીકત આધારે રેઇડ કરતા આરોપીના ખેતરમાંથી ગાંજાના નાના મોટા ૩૦૯ છોડ મળી આવ્યા હતા. જેનું વજન ૪૧.૯૬૦ કિલોગ્રામ હતું અને જેની કિંમત રૂ ૨,૫૧,૭૬૦ કિંમતના મુદ્દામાલ સાથે ઠાકોર દીવાનજી લવજીને પકડી પાડી તેના વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -